મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખંભાતની સ્કૂલમાં મોડા પડનાર બાળકોને બહાર ઠંડીમાં બેસાડ્યા, વીડિયો ઉતારતા વાલી પર પ્રિન્સિપાલનો રોષ

આણંદ જિલ્લાના ખંભાતમાં આવેલી એસ.બી.વકીલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વિવાદના વમળમા

આણંદ જિલ્લાના ખંભાતમાં આવેલી એસ.બી.વકીલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વિવાદના વમળમાં ફસાઈ છે. સ્કૂલમાં બાળકો એક મિનિટ કે ત્રણ મિનિટ મોડા આવ્યા જેની સજાના ભાગરૂપે તેમને સવારની ઠંડીમાં ક્લાસરૂમની બહાર, સ્કૂલના કમ્પાઉન્ડમાં ઠંડા પથ્થરો પર બેસાડવામાં આવ્યા આવ્યા હતા. વાલીઓમાં આ મામલે રોષે ભરાયા હતા. એક વાલીએ વીડિયો બનાવતા પ્રિન્સિપાલે વાલીઓને ઉધડો લઈ લીધો હતો. વિડિઓ ઉતરતા વાલીનો મોબાઇલ પ્રિન્સિપાલે લઇ લીધાને પણ આક્ષેપ, આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે પ્રિન્સિપાલે તું વિડિઓ ઉતારે છે તારા છોકરાઓનું ધ્યાન રાખજે કહીને અકળાયા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે  GSTV આ વીડિયોની પુષ્ટિ નથી કરતું. 

આ સમાચાર શેર કરો