VIDEO: સૌરાષ્ટ્રમાં ફરી માવઠાની આગાહી, જાણો અમદાવાદમાં કેટલા ડિગ્રી સુધી ઉંચકાશે પારો
રાજ્યના વાતાવરણમાં એકસાથે બેવડી અસર જોવા મળી રહી છે.સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય થતા

રાજ્યના વાતાવરણમાં એકસાથે બેવડી અસર જોવા મળી રહી છે.સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય થતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘગર્જના સાથે હળવા વરસાદની શક્યતા છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.
બીજી તરફ, રાજ્યમાં 9મેથી ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે, જેમાં કચ્છ, દ્વારકા અને રાજકોટમાં ઉષ્ણ લહેરની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ પારો 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. ખાસ કરીને 10 થી 12 મે દરમિયાન બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને વડોદરા સહિતના જિલ્લાઓમાં હીટવેવની ગંભીર અસર જોવા મળશે.



