મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: NDA બેઠકમાં કિરેન રિજિજુનું નિવેદન, NEET પેપર લીક પર કડક કાર્યવાહીની ખાતરી

NDA સંસદીય દળની બેઠકમાં સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ નીટ પેપર લી

તસવીર: gstv

NDA સંસદીય દળની બેઠકમાં સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ નીટ પેપર લીક મામલે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ગેરરીતિમાં સામેલ દોષિતોને કડક સજા આપવામાં આવશે. રિજિજુએ કહ્યું કે ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરીને 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને પુનઃપરીક્ષા યોજાઈ હતી. ભવિષ્યમાં પેપર લીક અટકાવવા માટે કડક વ્યવસ્થા બનાવવામાં આવી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ સાથે તેમણે વિપક્ષને દેશ, યુવાનો અને ભવિષ્યના હિતમાં સંસદના કામકાજમાં સહયોગ આપવા અપીલ કરી હતી.

આ સમાચાર શેર કરો