VIDEO: મહેસાણામાં પ્રેમલગ્ન કરનાર મહિલા ડોક્ટરનું અપહરણ, પરિવારજનોએ પોલીસમાં નોંધાવી ફરિયાદ
મહેસાણામાં પ્રેમલગ્ન કરનાર મહિલા ડૉક્ટરનું તેમના જ પરિવારજનો અને અજાણ્

મહેસાણામાં પ્રેમલગ્ન કરનાર મહિલા ડૉક્ટરનું તેમના જ પરિવારજનો અને અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પતિ અને સસરા દ્વારા કરવામાં આવ્યો છે. ડૉક્ટર સ્મિત સાથે આશરે સાડા ત્રણ મહિના અગાઉ કોર્ટ મેરેજ કરનાર ચાંદનીનું ૧૮ ઓગસ્ટના રોજ બપોરે અપહરણ થયું હોવાનું સામે આવ્યું છે….ઘટનાના ૨૪ કલાક વીતી જવા છતાં પોલીસ દ્વારા કોઈ ઉકેલ ન આવતા પીડિત પરિવારે પોતાની સુરક્ષા સામે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મહેસાણા એ-ડિવિઝન પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને પુત્રવધૂને સુરક્ષિત પાછી લાવવા અને ઝડપી ન્યાય મેળવવા માટે વધુ તપાસ હાથ ધરી છે.




