VIDEO / ખ્યાતીકાંડ : દર્દીને આંખની તકલીફ હતી પણ કાર્ડિયોગ્રામ કાઢ્યો
Khyati Hospital blunder patient had eye problems but cardiogram performed | મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલના ફ્રી આરોગ્ય કેમ્પ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલના ફ્રી આરોગ્ય કેમ્પમાં સારવાર કરાવવા આવનાર ગ્રામજનોના ચોંકાવનારા નિવેદનો સામે આવી રહ્યા છે. બોરીસણા ગામમાં દુકાન ધરવાતા 65 વર્ષીય શકરાભાઈ પટેલને આંખની તકલીફ હતી, માટે આ કેમ્પમાં સારવાર માટે આવ્યા હતા. જો કે કેમ્પમાં ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોએ તેમનો કાર્ડિયોગ્રામ કાઢ્યો હતો.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે 10 નવેમ્બર 2024ના રોજ બોરીસણા ગામમાં ફ્રી આરોગ્ય કેમ્પ રાખવામાં આવ્યો હતો. બાદ બોરીસણા ગામમાંથી 19 લાભાર્થીઓને વધુ સારવાર માટે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા લાવવામાં આવ્યા હતા, જ્યાં કોઈપણ પ્રકારની જાણ વિના 19 લોકોની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા હતા. હોસ્પિટલની બેદરકારીથી આમાંથી 2 લોકોના મોતનો ગ્રામજનો ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. આ સિવાય અન્ય પાંચ દર્દીઓ ગંભીર હાલતમાં છે.




