VIDEO : ખેડાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વિવાદોના ઘેરામાં, પૂર્વગ્રહયુક્ત એકપક્ષીય કાર્યવાહીના ગંભીર આક્ષેપો લાગ્યા
ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વી. એ. ધ્રુવ સામે સરમુખત્યારશાહી અ
ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વી. એ. ધ્રુવ સામે સરમુખત્યારશાહી અને પૂર્વગ્રહયુક્ત એકપક્ષીય કાર્યવાહીના ગંભીર આક્ષેપો લાગ્યા છે સસ્તાપુર આરોગ્ય વિભાગની એક મહિલા કર્મચારીએ સિસ્ટમમાં રહીને સત્ય ઉજાગર કર્યું હોવા છતાં, કોઈ પણ મજબૂત તથ્ય વિના માત્ર બદલાની ભાવનાથી નિર્દોષ કર્મચારીઓની બદલી કરી દેવાતાં આ સમગ્ર તપાસને "કેજરીવાલ જેવી તપાસ"નું લેબલ આપવામાં આવ્યું છે. આરોગ્ય કર્મચારીઓના મતે, અધિકારીઓ વાસ્તવિક સમસ્યાઓનું નિરાકરણ લાવવાને બદલે સિસ્ટમને જ હથિયાર બનાવી રહ્યા છે. અધિકારીના આવા સરમુખત્યાર વલણ અને વિવાદાસ્પદ નિર્ણયોને કારણે સામાન્ય જનતા વચ્ચે સરકારની છાપ ખરડાવાની અને સિસ્ટમ સામે ભારે વિરોધી માનસિકતા ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે.



