VIDEO: ખેડા / નાના-મોટા ખાનગી મેડિકલ સ્ટોર્સના શટર સજ્જડ બંધ
દવાઓના ઓનલાઈન વેચાણ અને વિવિધ પડતર મુદ્દાઓના વિરોધમાં કેમિસ્ટ એસોસિએશન દ્વારા આપવામા

દવાઓના ઓનલાઈન વેચાણ અને વિવિધ પડતર મુદ્દાઓના વિરોધમાં કેમિસ્ટ એસોસિએશન દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી હડતાલના એલાનને ખેડા જિલ્લામાં પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. વહેલી સવારથી જ બજાર અને રહેણાંક વિસ્તારો સહિત જિલ્લાના તમામ નાના-મોટા ખાનગી મેડિકલ સ્ટોર્સના શટર સજ્જડ બંધ જોવા મળ્યા હતા, જેના કારણે અંદાજે ૧૧૦૦થી ૧૨૦૦ જેટલી દુકાનોને તાળા વાગી ગયા છે. આ આંદોલનમાં ખેડા જિલ્લાના ૧૪૦૦થી ૧૫૦૦ જેટલા કેમિસ્ટ સંચાલકો જોડાતા સ્થાનિક તબીબી સેવાઓ ખોરવાઈ ગઈ છે. જોકે, કટોકટીના સમયે દર્દીઓને ભારે હાલાકી ન ભોગવવી પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જન ઔષધી કેન્દ્રો અને સરકારી હોસ્પિટલોમાં દવાઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.


