મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણા જિલ્લામાં ખરીફ વાવેતર પૂર્ણ, પાક બચાવવા પિયત આપવું જરૂરી

મહેસાણા જિલ્લામાં ચાલુ સાલે ખરીફ ઋતુ દરમિયાન અંદાજે ૨ લાખ ૫૭ હજાર હેક્ટર વ

તસવીર: gstv

મહેસાણા જિલ્લામાં ચાલુ સાલે ખરીફ ઋતુ દરમિયાન અંદાજે ૨ લાખ ૫૭ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. સામાન્ય રીતે જિલ્લામાં ૨.૮૩ લાખ હેક્ટરમાં વાવેતર થતું હોય છે, પરંતુ હાલમાં વરસાદ ખેંચાતાં પાકને બચાવવા માટે ટ્યુબવેલ આધારિત એકાંતરા ચાસે પિયત આપીને લાઈફ સેવિંગ ઇરિગેશન આપવું અત્યંત અનિવાર્ય બન્યું છે. આ સિવાય ખેડૂતોએ ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો મહત્તમ ઉપયોગ કરીને ઊભા પાકને સુરક્ષિત રાખવો જોઈએ. આગામી દિવસોમાં સારો વરસાદ થશે તો દીવેલાનું વાવેતર વધવાની પૂરી શક્યતા રહેલી છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં ઉપલબ્ધ જળસ્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને પાકનું રક્ષણ કરવું એ જ આ સમયની સૌથી મોટી અને મુખ્ય પ્રાથમિકતા છે.

આ સમાચાર શેર કરો