VIDEO: મહેસાણા જિલ્લાના લાંઘણજમાં યુવકનું ઈકો ગાડીમાં અપહરણ કરી ચાર શખ્સો દ્વારા ઢોરમાર
મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અદાવત

મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અદાવતને લઈને એક યુવકના અપહરણ અને નિર્દયી હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાંધીનગરના હરણાહોડા ગામના રહીશ રોહિતજી રાઠોડ ચરાડુ બસ સ્ટેન્ડ પર ઊભા હતા ત્યારે ચાર આરોપીઓએ તેમને ઈકો ગાડીમાં બળજબરીથી બેસાડીને વિજયપુરા સીમના એક ખેતરમાં લઈ ગયા હતા. ત્યાં આરોપીઓએ લાકડાના ધોકા અને લોખંડની પાઈપોથી બેફામ માર મારી યુવકને અર્ધબેભાન કરી દીધો હતો અને કેનાલ પાસે ફેંકી દીધા હતા. દીકરીના બાબતની અદાવત રાખીને કરવામાં આવેલા આ હુમલા બાદ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. પરિવાર દ્વારા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ લાંઘણજ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.




