VIDEO: મહેસાણામાં ફૂડ રેપિંગ માટે શાહીવાળાના કાગળનો ઉપયોગ કરવા બદલ આ હોટલને દંડ
મહેસાણા જિલ્લામાં ફૂડ વિભાગની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ફતેપ

મહેસાણા જિલ્લામાં ફૂડ વિભાગની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ફતેપુરા બાયપાસ પર આવેલી માધવ રેસ્ટોરન્ટ અને પાલનપુર હાઈવે પર આવેલી માલગુડી ઇન સામે લાલ આંખ કરવામાં આવી છે. ફૂડ રેપિંગ માટે શાહીવાળાના કાગળનો ઉપયોગ કરવા બદલ આ હોટલો સામે કેસ કરવામાં આવ્યા છે અને નિયમ ભંગ બદલ બે લાખ સુધીના દંડની જોગવાઈ છે. આ ઉપરાંત, કોઈપણ પ્રકારના પરવાના વિના ધંધો ચલાવતા એકમો સામે પણ આગામી સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવી શકાય.




