VIDEO: મહેસાણામાં પેસેન્જર બેસાડવાની અદાવતમાં યુવકની હત્યા: પોલીસે બે આરોપીને દબોચ્યા
મહેસાણાના મોઢેરા ચાર રસ્તા પાસે આવેલા બસ સ્ટેન્ડ નજીક ઇકો ગાડીમાં

મહેસાણાના મોઢેરા ચાર રસ્તા પાસે આવેલા બસ સ્ટેન્ડ નજીક ઇકો ગાડીમાં પેસેન્જર બેસાડવા મુદ્દે છેલ્લા અઠવાડિયાથી ચાલી રહેલી માથાકૂટની અદાવતમાં સાબીર હુસેન નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ સનસનાટીભરી ઘટનામાં મહેસાણા બી-ડિવિઝન પોલીસે સઘન તપાસ હાથ ધરીને મજિદ ખાન અને સૈયદ સાકીર હુસેન નામના બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓ પૈકી માજીદ ખાન મહેસાણા, વિજાપુર અને હિંમતનગરમાં અગાઉ પણ ૫ થી ૬ ગુનાઓમાં સંડોવાયેલો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે બનાવ સ્થળના સીસીટીવી ફૂટેજ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




