VIDEO: કેનેડામાંથી 8 લાખ હિન્દુઓને હાંકી કાઢવા ખાલિસ્તાનીઓએ કાઢી પરેડ, PM કાર્ની પર ઉઠાવ્યા સવાલો
Canadaના ટોરોન્ટોથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાલમાં જ ચૂંટણી જીતીને કેનેડાના પીએમ તરીકે ફ
Canadaના ટોરોન્ટોથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાલમાં જ ચૂંટણી જીતીને કેનેડાના પીએમ તરીકે ફરીથી પદભાર સંભાળતા જ કાર્ની સામે મોટી મુશ્કેલી આવી છે. કેનેડામાં Khalistani સમર્થકોએ હિન્દુ વિરોધી પરેડ યોજી હતી. અગાઉ જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન Canada ના ભારત સાથેના સંબંધો સતત તણાવપૂર્ણ રહ્યા હતા. હવે આ પરેડથી નવા પીએમના નેતૃત્વ પર પણ પ્રશ્નો ઉભા થયા છે. Khalistani સમર્થક આ કાર્યક્રમમાં ભારતના પીએમ મોદી, અમિત શાહ અને વિદેશમંત્રી એસ. જયશંકરના પૂતળાઓને પાંજરામાં બતાવ્યા હતા. પંજાબની સ્વતંત્રતા માટે આ રેલી યોજ્યાના સૂત્રોચ્ચાર કરાતા હતા.
કેનેડિયન પત્રકાર ડેનિયલ બોર્ડમેને રવિવારે ટોરોન્ટોના માલ્ટન ગુરુદ્વારામાં કથિત "હિંદુ વિરોધી પરેડ" દર્શાવતો એક વીડિયો શેર કર્યો. આ વીડિયો થકી બોર્ડમેને કેનેડાના નવા ચૂંટાયેલા PM માર્ક કાર્નીની સરકારને સવાલ કર્યો કે, શું તેઓ પૂર્વ PM જસ્ટિન ટ્રુડોની ખાલિસ્તાનીઓ પ્રત્યે ઉદાર વલણ દાખવશે કે કડક વલણ અપનાવશે?
બોર્ડમેને X પર પોસ્ટ શેર કરતા લખ્યું, "રસ્તાઓ પર આતંક ફેલાવતા જેહાદીઓ આપણા સામાજિક માળખાને નુકસાન પહોંચાડી રહ્યા છે અને ખુલ્લેઆમ યહૂદીઓને ધમકાવી રહ્યા છે. પરંતુ ખાલિસ્તાનીઓ પણ નફરત ફેલાવવાની આ દોડમાં પાછળ નથી. શું માર્ક કાર્નીનું કેનેડા જસ્ટિન ટ્રુડોના કેનેડાથી અલગ હશે?"
બોર્ડમેને આ નિવેદન શોન બિંદા નામના અન્ય એક યુઝરની પોસ્ટના જવાબમાં આપ્યો હતો. જેમાં બિંદાએ દાવો કર્યો હતો કે, મલટન ગુરુદ્વારામાં ખાલિસ્તાની જૂથે કેનેડામાં રહેતા 8 લાખ હિન્દુઓને ભારતમાં પરત મોકલવાની માંગ કરી હતી. તેમણે આને ખાલિસ્તાની આતંકીઓની 'ખુલ્લી એન્ટ્રી, હિન્દુ નફરત બતાવી હતી.
"૮ લાખ હિન્દુઓને હિન્દુસ્તાન મોકલવાની માંગ"
બિંદાએ પોતાની પોસ્ટમાં લખ્યું, "મલટન ગુરુદ્વારા (ટોરોન્ટો) ખાતે K-Gang દ્વારા 8 લાખ હિન્દુઓને ભારત મોકલવાની માંગ કરી. આ હિન્દુ ત્રિનિદાદ, ગુયાના, સુરીનામ, જમૈકા, દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ, મલેશિયા, શ્રીલંકા, સિંગાપોર, કેન્યા અને અન્ય ઘણા દેશોમાં સ્થાયી થયા છે. આ ભારત સરકાર સામે વિરોધ નથી, આ સ્પષ્ટપણે હિન્દુઓ સામે નફરત છે."
આ વિવાદાસ્પદ પરેડ એવા સમયે આવી છે જ્યારે માર્ક કાર્ની અને તેમની લિબરલ પાર્ટીએ હાલમાં કેનેડામાં સામાન્ય ચૂંટણી જીતી છે. જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ કાર્નીને PM તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે, પાર્ટીમાં વિશ્વાસના અભાવને કારણે ટ્રુડોને પદ છોડવું પડ્યું.
મંદિરો પર સતત હુમલાઓ, હિન્દુ સમુદાય ચિંતિત
આ પહેલી વાર નથી જ્યારે બોર્ડમેને ખાલિસ્તાની પ્રવૃત્તિઓ પર સવાલો કર્યા હોય. એપ્રિલમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે બ્રિટિશ કોલંબિયાના સરેમાં લક્ષ્મીનારાયણ મંદિરને ત્રીજી વખત નિશાન બનાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે મંદિરની દિવાલો પર ખાલિસ્તાન તરફી નારા લખ્યા હતા. સિક્યોરિટી કેમેરા પણ ચોરાઈ ગયા હતા.








