મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બહેરામપુરામાં ખાડારાજ, સ્થાનિકો સહિત વાહનચાલકો પરેશાન

અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વચ્ચે હવે બિસ્માર રસ્તાઓને

તસવીર: gstv

અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વચ્ચે હવે બિસ્માર રસ્તાઓને કારણે લોકોની મુશ્કેલી વધી છે. બહેરામપુરા શાકમાર્કેટ રોડ પર નાના-મોટા ખાડા પડી ગયા છે અને તેમાં વરસાદી પાણી ભરાતા સ્થિતિ વધુ વિકટ બની રહી છે. ખાડાઓના કારણે વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે નારાજગી જોવા મળી રહી છે અને તાત્કાલિક રસ્તાના સમારકામની માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો