મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મુખ્યમંત્રીના કાફલાને નડ્યો અકસ્માત, એક સાથે ટકરાઇ પાંચ કાર

કેરળના મુખ્યમંત્રી પિનરઇ વિજયનનો કાફલો દુર્ઘટનાનો શિકાર બન્યો હતો. તિરૂવનંતપુરમના વમનપુરમમાં એક દુર્ઘટનામ

કેરળના મુખ્યમંત્રી પિનરઇ વિજયનનો કાફલો દુર્ઘટનાનો શિકાર બન્યો હતો. તિરૂવનંતપુરમના વમનપુરમમાં એક દુર્ઘટનામાં પાંચ વાહન એક બીજા સાથે ટકરાયા હતા જેમાં કેરળના મુખ્યમંત્રી વિજયનની કાર પણ સામેલ હતી. જોકે, તેમની કારને વધુ નુકસાન થયું નહતું.

મુખ્યમંત્રી વિજયન કોટ્ટાયમથી તિરૂવનંતપુરમ પરત ફરતા હતા. આ દુર્ઘટના વમનપુરમ પાર્ક જંક્શન પર થઇ હતી.મુખ્યમંત્રીના સુરક્ષા કાફલા સાથે આ દુર્ઘટના ત્યારે સર્જાઇ જ્યારે એક સ્કુટર ચાલક મુખ્યમંત્રીના વાહનની આગળ આવીને એમસી રોડથી અટ્ટિંગલ તરફ વળી ગયો હતો.

વાહન ચાલકે અચાનક બ્રેક લગાવવી પડી

મુખ્યમંત્રી કાફલાના વાહન ચાલકને અચાનક બ્રેક લગાવવી પડી જેનાથી મુખ્યમંત્રીની કાર, એક એસ્કોર્ટ વાહન, વટ્ટાપારા અને કંજિરામકુલમ પોલીસ યૂનિટની ગાડીઓ અને એક એમ્બ્યુલન્સ એક બીજા સાથે ટકરાઇ હતી. આ ઘટના બાદ સુરક્ષા અધિકારીઓએ તરત જ ઉતરીને મુખ્યમંત્રીને સુરક્ષિત કર્યા હતા. કેટલાક મેડિકલ સ્ટાફને પણ મુખ્યમંત્રીના વાહન તરફ દોડતા જોવામાં આવ્યા હતા.

દુર્ઘટનામાં કોઇ ઘાયલ ના થયું

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે જણાવ્યું કે દુર્ઘટનામાં કોઇ ઘાયલ થયું નથી અને મુખ્યમંત્રીએ તિરૂવનંતપુરમની પોતાની મુસાફરી ફરી શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે ઘટનાને લઇને કોઇ કેસ નોંધવામાં આવ્યો નથી.

સ્કૂટર ચાલક સામે આવતા બની દુર્ઘટના

પોલીસે આ દુર્ઘટનાની તપાસ શરૂ કરી છે જેથી કોઇ પણ સંભવિત ખામી અને બેદરકારીની ઓળખ કરી શકાય. આ દુર્ઘટનાએ તમામ એજન્સીઓને સતર્ક કરી દીધી છે અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ એક ગંભીર ઘટના હતી જેમાં જોઇ શકાય છે કે એક સ્કૂટર ચાલક મુખ્યમંત્રીના કાફલાની આગળથી પ્રસાર થઇ રહ્યો છે. આ દુર્ઘટનામાં સ્કૂટર ચાલકને પણ કઇ થયું નહતું અને તે ત્યાંથી જતો રહ્યો હતો.

આ સમાચાર શેર કરો