VIDEO: E20 ફ્યુઅલ મુદ્દે કેજરીવાલનો વિરોધ, સરકાર સમક્ષ મૂકી 3 મોટી માંગણીઓ
E20 ફ્યુઅલ નીતિને લઈને દિલ્હીના કોન્સ્ટીટ્યુશન ક્લબમાં આમ આદમી પાર્ટી દ્વારા

E20 ફ્યુઅલ નીતિને લઈને દિલ્હીના કોન્સ્ટીટ્યુશન ક્લબમાં આમ આદમી પાર્ટી દ્વારા ટાઉનહોલ મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં નિષ્ણાતો, વાહન માલિકો અને નીતિથી પ્રભાવિત લોકોએ E20 ઇંધણ અંગે ચર્ચા કરી હતી. ચર્ચા બાદ અરવિંદ કેજરીવાલે સરકાર સમક્ષ ગ્રાહકોને પેટ્રોલ પસંદગીનો અધિકાર આપવાની સહિત ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી છે. કેજરીવાલે જણાવ્યું કે E20 ઇંધણની કિંમત શુદ્ધ પેટ્રોલ કરતા ઓછી હોવી જોઈએ અને ગ્રાહકોને પોતાની પસંદગી મુજબ ઇંધણ ખરીદવાનો વિકલ્પ મળવો જોઈએ. તેમણે સરકાર પર આક્ષેપ કર્યો કે યોગ્ય અભ્યાસ વિના E20 નીતિ લોકો પર લાદવામાં આવી છે અને ભવિષ્યમાં E25, E30 અને E40 અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.




