મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: રૂરકીમાં પોલીસ સામે કાવડીયાઓનું તાંડવ, લાકડીઓ વડે ઈ-રિક્ષા તોડી

મુઝફ્ફરનગર બાદ હવે ઉત્તરાખંડના રૂરકીમાં કાવડીયાઓનો કહેર જોવા મળ્યો છે. અહીં કાવડીયાઓએ પ

મુઝફ્ફરનગર બાદ હવે ઉત્તરાખંડના રૂરકીમાં કાવડીયાઓનો કહેર જોવા મળ્યો છે. અહીં કાવડીયાઓએ પહેલા ઈ-રિક્ષા ચાલકને માર માર્યો અને પછી લાકડીઓ વડે ઈ-રિક્ષામાં તોડફોડ કરી. આ દરમિયાન પોલીસકર્મીઓ પણ કાવડીયાઓને સમજાવવ પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તેઓ એકના બે ના થયા. અને ઈ-રિક્ષામાં તોડફોડ કરતા રહ્યા. ઈજાગ્રસ્ત ઈ-રિક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, આ ઘટના મેંગ્લોર કોતવાલી વિસ્તારના લિબરહેડી કેનાલ ટ્રેક પર બની હતી. રિક્ષાચાલક પર કાવડીયાઓને મારવાનો અને કાવડ  તોડવાનો આરોપ હતો, જેના કારણે કાવડીયાઓએ પહેલા ઈ-રિક્ષા ચાલકને માર માર્યો હતો. ત્યારબાદ લાકડીઓ વડે ઈ-રિક્ષામાં તોડફોડ કરવામાં આવી હતી. આ દરમિયાન કાવડીયાઓ 'ભોલે બાબા કી જય'ના ​​નારા પણ લગાવ્યા હતા. આ દરમિયાન સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. આ મામલે પોલીસે અજાણ્યા કાવડીયાઓઓ સામે ગુનો નોંધ્યો છે.

આ મામલે હરિદ્વારના SSPએ શું કહ્યું?

હરિદ્વારના એસએસપી પરમેન્દ્ર સિંહ ડોવલે આ મામલે જણાવ્યું કે, મેંગલોર કોતવાલી વિસ્તાર લિબરડીમાં સંજય કુમાર દ્વારા આજે તેમની ઈ-રિક્ષા એક કાવડીયાઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં ન તો કાવડીયાઓને ઈજા થઈ હતી કે ન તો કાવડ તૂટી હતી, છતાં કેટલાક કાવડીયાઓએ સાથે મળીને ઈ-રિક્ષા ચાલકને માર માર્યો હતો. એટલું જ નહીં ઈ-રિક્ષામાં પણ તોડફોડ કરી હતી. આ બાબતની નોંધ લેતા કેસ નોંધવામાં આવ્યો છે અને તે લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. તેમજ SSP એ તમામ કાવડીયાઓને અપીલ કરી છે કે સમગ્ર પોલીસ પ્રશાસન તમને કોઈપણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત છે, પરંતુ તમને અપીલ છે કે જો આવી કોઈ ઘટના બને તો ઝડપથી તમારો ગુસ્સો ન ગુમાવો અને પોલીસને જાણ કરો.

આ પહેલા મુઝફ્ફરનગરમાં કાવડીયાઓએ કાર ચાલકને ખરાબ રીતે માર માર્યો હતો. આટલું જ નહીં તેમણે પોલીસની સામે જ કારને લાત મારી હતી. તેની તમામ બારીઓ તૂટી ગઈ હતી અને છત પણ બેસી ગઈ હતી. આ દરમિયાન પોલીસકર્મીઓએ તેને રોક્યો હતો, પરંતુ તેમ છતાં તેઓ માન્ય ન હતા. જણાવવામાં આવી રહ્યું છે કે યાત્રા દરમિયાન કાવડીયાઓએ  આરોપ લગાવ્યો હતો કે કાર સાથે અથડાવાને કારણે કાવડ તૂટી ગયો હતો.

આ સમાચાર શેર કરો