VIDEO : કાંકરિયા કાર્નિવલના રંગમાં માવઠાએ પાડ્યો ભંગ, ભરશિયાળે વરસાદ પડતા લોકો ભાગ્યા
હવામાન વિભાગની આગાહીના પગલે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. શહેરના

હવામાન વિભાગની આગાહીના પગલે અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. શહેરના કાંકરિયા અને મણિનગર વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. કાંકરિયા તળાવ ખાતે હાલ કાંકરિયા કાર્નિવલ-2024 ચાલી રહ્યો છે. આ કાર્નિવાલના સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા હજારો લોકો ભેગા થયા હતા, જો કે એક બાજુ ઠંડી અને ઉપરથી કમોસમી વરસાદ વરસતા કાંકરિયા કાર્નિવલમાં આવેલા લોકો ભાગ્યા હતા. માવઠાએ કાંકરિયા કાર્નિવલના રંગમાં ભંગ પાડ્યો છે.




