Video: જુનાગઢ બીજ નિગમની કચેરીમાં બે ફૂટ જેટલું પાણી ભરાયું, કર્મીઓને હાલાકી

જુનાગઢ બીજ નિગમની કચેરીમાં અચાનક જ પાણીનો પ્રવાહ ઘૂસી જતા કર્મચારીઓને ભારી હાલાકીનો સામનો કર

જુનાગઢ બીજ નિગમની કચેરીમાં અચાનક જ પાણીનો પ્રવાહ ઘૂસી જતા કર્મચારીઓને ભારી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજ નિગમના કમ્પાઉન્ડમાં ચોતરફ પાણી-પાણી થઈ જતા બે ફૂટ સુધી પાણી ભરાયા હતા. પાણીનો ધોધ ક્યાંથી આવ્યો તે અંગે અનેક અટકળો વહેતી થઈ હતી. 

બબ્બે ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું

 જૂનાગઢના સરદાર બાગ ખાતે આવેલી બીજ નિગમની કચેરીમાં અચાનક પાણીનો પ્રવાહ ધસી આવતા કમ્પાઉન્ડમાં ચોતરફ પાણી-પાણી થઇ ગયું હતું. બબ્બે ફૂટ જેટલું પાણી ભરાઈ જતા કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જમીનમાંથી અચાનક પાણીનો ધોધ વહેતા જોતજોતામાં પાણી કચેરીમાં ઘુસી ગયું હતું. જો કે પાણીનો ધોધ ક્યાંથી આવ્યો તે અંગે અનેક અટકળો વહેતી થઈ હતી. 

આ સમાચાર શેર કરો

જાહેરાત