Video: જુનાગઢ પોલીસે કાર લે વેચના નામે ઠગાઇ કરનાર યુવકને મુંબઈથી દબોચ્યો, આ હતી મોડસ ઓપરેન્ડી

જુનાગઢ પોલીસે કાર 24 ના નામે અનેક લોકો સાથે વાહન લે વેચના નામે છેતરપિંડી કરનાર મહેસાણાના યુવકને &nb

જુનાગઢ પોલીસે કાર 24 ના નામે અનેક લોકો સાથે વાહન લે વેચના નામે છેતરપિંડી કરનાર મહેસાણાના યુવકને  પકડી લીધો છે. આ યુવકે કાર વેચનારને વધુ કિંમત અપાવી અને કાર લેનારને સસ્તી કિંમતમાં કાર અપાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. 

આરોપી olx પર પોતાના શિકારને શોધતો

જૂનાગઢના કાર ખરીદવા માગતા યુવકે olx માંથી એક કાર શોધી હતી. આ અંગેની મહેસાણાના ઠગ પિયુષ પટેલને જાણ થઈ જતા તેણે કાર ખરીદવા માગતા યુવકનો સંપર્ક કરી તેમને સસ્તામાં કાર અપાવી દેવા લાલચ આપી હતી. ત્યારબાદ જૂનાગઢના યુવકે મહેસાણાના ઠગને નાણાં આપી દીધા હતા. નાણા લઈ લીધા બાદ ચીટર પિયુષ પટેલે તેનો મોબાઇલ બંધ કરી દીધો અને અહીંથી પિયુષ પટેલનો ભાંડો ફૂટવાની શરૂઆત થઈ, છેતરપિંડીનો ભોગ બનનાર જૂનાગઢના યુવકે જૂનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

જાહેરાત

ઠગબાજ મુંબઈથી પકડાયો 

ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના આધારે પોલીસને માહિતી મળી કે પિયુષ પટેલ મુંબઈમાં છે. જેથી જુનાગઢ પોલીસની ટીમ મુંબઈ પહોંચી પિયુષની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ આરોપીએ કબુલ્યું કે આવી રીતે તેણે જુદા જુદા 20 જેટલા ગંભીર ગુનાઓ આચર્યા છે. હાલ પોલીસે તેની આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.

પૈસા ખંખેરી મોબાઈલ બંધ કરી દેતો

આ ચિટર યુવકની મોડસ ઓપરેન્ડી એવી હતી કે olx માં જે વ્યક્તિ પોતાની કાર વેચવા માટે મૂકે તો તેનો સંપર્ક કરતો અને જે કાર ખરીદવા માગતો હોય તેનો સંપર્ક કરી લેતો હતો. કાર વેચનારને ઊંચી કિંમત અપાવવાની અને કાર ખરીદનારને સસ્તી કાર અપાવવાની લાલચ આપી કાર ખરીદનાર વ્યક્તિ પાસેથી પૈસા લઈ ત્યારબાદ મોબાઈલ સ્વીચ ઓફ કરી દેતો હતો. આવા અનેક લોકોને તેણે ભોગ બનાવ્યા છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત