VIDEO: ઝાંઝરડામાં ખેડૂતોની બેઠકમાં મચ્યો હોબાળો, જાણો શું છે કારણ
જુનાગઢ શહેરી વિકાસ મંડળ દ્વારા ઝાંઝરડા વિસ્તારમાં ટીપી 7 લાગુ કરવા માટેની પ્રક્રિયા શરૂ ક
જુનાગઢ શહેરી વિકાસ મંડળ દ્વારા ઝાંઝરડા વિસ્તારમાં ટીપી 7 લાગુ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આજે ટીપી સાતમાં આવતા ખેડૂતોની ઓનર્સ મીટીંગ રાખવામાં આવેલી હતી.
ઝાંઝરડા વિસ્તારમાં અગાઉ પાંચ અને સાત નંબરની ટીપી લાગુ કરવામાં આવી હતી પરંતુ ત્યારે ઉગ્ર વિરોધ થતા સરકારે આ બંને ટીપી રદ કરી હતી અને હવે ફરીવાર ટીપી 7 લાગુ કરવા માટેની તજવીજ ચાલી રહી છે. આજે ઝાંઝરડા વિસ્તારથી સાત આઠ કિલોમીટર દૂર આવેલ વંથલી રોડ પરના મેર સમાજ ખાતે ટીપી 7 ના ખેડૂતોની ઓનર્સ મિટિંગ રાખવામાં આવેલી હતી આ મિટિંગમાં ખેડૂતોની માંગણી હતી કે ટીપી 7 લાગુ થવાથી શું ફાયદો અને શું નુકસાન થવાના છે તે અંગેની જુડાના અધિકારીઓએ માહિતી આપવાની હોય છે પરંતુ યોગ્ય સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોનો અવાજ અધિકારીઓ નથી સાંભળી શકતા અને અધિકારીઓનો અવાજ ખેડૂતો સાંભળી શક્યા નથી.
આ હાલતના કારણે આ બેઠક રદ કરવામાં આવે આ ઉપરાંત અગાઉ 20 દિવસ અગાઉ જાણ કરી અને ખેડૂતોને સમજાવી બેઠક બોલાવી જોઈએ પરંતુ અધિકારીઓ મનમાની કરી ખેડૂતોની 40% જેટલી જમીન કાપી 1200 કરોડ રૂપિયા જેટલો ખેડૂતો પાસેથી બેટરમેન્ટ ચાર્જ લેવાની નીતિનો વિરોધ કરવામાં આવ્યો છે. હવે ફરીવાર ટીપી 7 ની ઓનર્સ મિટિંગ નહીં બોલાવવામાં આવે તો ઉગ્ર વિરોધ કરવાની ખુદ ભાજપના આગેવાનો અને કિસાન સંઘ તથા ખેડૂતોએ માંગ કરી છે..








