મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જુબિન નૌટિયાલના પિતા રામશરણ નૌટિયાલે ભાજપમાંથી આપ્યું રાજીનામું

લોકપ્રિય ગાયક જુબિન નૌટિયાલના પિતા રામશરણ નૌટિયાલે ભાજપને અલવિદા કહી દીધું છે. તેમણે પાર્ટીમાં

તસવીર: gstv

લોકપ્રિય ગાયક જુબિન નૌટિયાલના પિતા રામશરણ નૌટિયાલે ભાજપને અલવિદા કહી દીધું છે. તેમણે પાર્ટીમાં યોગ્ય સન્માન ન મળવાનો  આરોપ લગાવીને રાજીનામું આપ્યું છે. રામશરણ નૌટિયાલે ૨૦૨૨માં ઉત્તરાખંડની ચકરાતા વિધાનસભા સીટ પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી. આવી સ્થિતિમાં તેઓ હવે કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે.  તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં સ્ટેનોગ્રાફર મારફતે રાજીનામું મોકલવામાં આવ્યું હતું, પરંતુ પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટ સુધી ન પહોંચતાં તેમણે બુધવારે ઈ-મેઈલ દ્વારા પણ મોકલી આપ્યું હતું. ૧૨ વર્ષથી પાર્ટીમાં કામ કરવા છતાં સન્માન ન મળતાં તેમણે આ નિર્ણય લીધો છે.

આ સમાચાર શેર કરો