VIDEO: જોધપુર દુષ્કર્મ કેસ: આનંદનગર પોલીસે ૨૧ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી
અમદાવાદના જોધપુર વિસ્તારમાં બનેલી દુષ્કર્મની ગંભીર ઘટનામાં આનંદનગર પોલીસે પ્રશંસનીય કામગીર

અમદાવાદના જોધપુર વિસ્તારમાં બનેલી દુષ્કર્મની ગંભીર ઘટનામાં આનંદનગર પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. સાંજના સમયે એક પરપ્રાંતીય સિક્યુરિટી ગાર્ડે યુવતી પર આચરેલા બળાત્કારના મામલે પોલીસે માત્ર ૨૧ જ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આરોપી સામે કેસ મજબૂત બનાવવા માટે પોલીસે ફોરેન્સિક, સાંયોગિક અને ટેક્નિકલ પુરાવા એકઠા કરીને ચાર્જશીટ સાથે રજૂ કર્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઝડપી અને સચોટ તપાસ પૂર્ણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ કેસમાં કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, જેથી પીડિતાને ઝડપથી ન્યાય મળી શકે.




