VIDEO:સુરતના ઝાંપા બજારમાં વર્ષો જૂનું જર્જરિત બંધ મકાન ધરાશાયી, તંત્ર થયું દોડતું
સુરતના સચિનના પાલી ગામમાં 6 માળનું મકાન ધરાશાયી થતાં સાત લોકોના મોત નીપજ્યાં હતાં. ત્યારબાદ જર્જ

સુરતના સચિનના પાલી ગામમાં 6 માળનું મકાન ધરાશાયી થતાં સાત લોકોના મોત નીપજ્યાં હતાં. ત્યારબાદ જર્જરિત મકાનને લઈને પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે. ત્યારે આ ચોમાસામાં વધુ એક મકાન ધરાશાયી થયું છે. ઝાંપા બજાર વિસ્તારમાં આવેલી મોદી શેરી પાસે જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. વર્ષો જૂનું મકાન છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હતું. એ ધડાકાભેર નીચે પટકાયું હતું. જેથી આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો. જ્યારે મકાન પડ્યા અંગેની ફાયરબ્રિગડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી છે. જ્યારે પોલીસ અને પાલિકા તંત્રએ ઘટના સ્થળએ પહોંચીને તપાસ હાથ ધરી હતી. મકાન બંધ હોવાની સાથે સાંજના સમયે ધરાશાયી થયું હોવાથી ઈજા જાનહાનિ ટળી હતી. જો કે, શહેરમાં જોખમી અને જર્જરિત બાંધકામોને પાલિકા ઝડપથી કોઈ મોટી દુર્ઘટના અગાઉ ઉતારી લે તેવી માગ ઉઠી છે.પોલીસે કહ્યું કે, સવિતાબેન નગીનદાસની માલિકીનું મકાન હતું. છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખાલી હતું. આ મકાનને ઉતારી પાડવા પાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી.




