VIDEO: હળવદમાં ગરીબોના ઝૂંપડા પર ફર્યું JCB, નજર સામે ઘર તૂટતાં બાળકો રડવા લાગ્યા
હળવદ ખાતે આવેલા સામત સરોવર તળાવ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવતા ભારે વિરોધ નોંધાયો હતો.
હળવદ ખાતે આવેલા સામત સરોવર તળાવ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવતા ભારે વિરોધ નોંધાયો હતો. પાલિકા તંત્ર દ્વારા ગરીબ લોકોની ઝૂંપડપટ્ટી પર બુલડોઝર ચલાવતા તેમણે ભારે વિરોધ નોંધાવ્યો હતો. અને પોતાના ઘરોને તૂટતા જોઈને બાળકો રડવા લાગ્યા હતા. લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ બધા વચ્ચે જેસીબીની નીચે એક ભાઈ સુઈ જતા અને ભારે હોબાળા બાદ ડિમેલેશનનું કામ અટવાયું હતું. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોએ 15 દિવસનો સમય માગ્યો હતો પરંતુ તંત્ર દ્વારા માત્ર બે જ દિવસનો સમય આપવામાં આવ્યો હતો.
હળવદ ખાતે આવેલા સામત સરોવર વિસ્તારમાં પાલિકા દ્વારા ડિમોલેશનનો ઝૂંપડપટ્ટીના લોકોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. ડિમોલેશનનું કામ ચાલતું હતું ત્યારે લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. એક વ્યક્તિ જેસીબી નીચે સૂઈ જતાં ડિમોલેશન અટકાવ્યું હતું.




