મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જંગલેશ્વર ડિમોલિશન વિવાદ: 15 દિવસ બાદ પણ તપાસ કમિટીનું મૌન

રાજકોટમાં જંગલેશ્વર VIP ડિમોલિશન બિલ વિવાદ હવે વધુ ગંભીર બનતો જઈ રહ્યો

તસવીર: gstv

રાજકોટમાં જંગલેશ્વર VIP ડિમોલિશન બિલ વિવાદ હવે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. વિવાદ બાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી, પરંતુ 15 દિવસ વીતી ગયા છતાં આજદિન સુધી કુલ ખર્ચનો સત્તાવાર આંક જાહેર થયો નથી. તપાસ દરમિયાન કઈ એજન્સીના, કયા વિભાગના વડા કે કેટલા અધિકારીઓના નિવેદનો નોંધાયા તેની પણ કોઈ માહિતી આપવામાં આવી નથી. તપાસ કમિટીના મૌનથી હવે પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. બીજી તરફ ડિમોલિશન દરમિયાન અધિકારી-કર્મચારીઓ કાજુ કતરી સહિતની મિજબાની માણતા હોવાનું સામે આવ્યું હતું . હવે સવાલ એ છે કે જવાબદારો સામે કાર્યવાહી થશે કે આખો મામલો માત્ર તપાસના નામે દબાવી દેવાશે?

આ સમાચાર શેર કરો