મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામનગરનો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતા શહેરમાં પાણી ફરી વળ્યું, મદદ માટે આર્મીની ટીમ ઉતરી

જમનગર જિલ્લામાં અતિભારે વરસાદના પરિણામે તમામ નદી-નાળા અને ડેમ ઓવરફ્લો થયા છે. જામનગરનો

જમનગર જિલ્લામાં અતિભારે વરસાદના પરિણામે તમામ નદી-નાળા અને ડેમ ઓવરફ્લો થયા છે. જામનગરનો રણજીતસાગર ડેમ પણ ઓવરફ્લો થયો છે. તંત્ર દ્વારા લોકોને અવર જવર ન કરવા અને ક્યાંય પણ પાણીનો પ્રવાહ ના જોવા જવા અપીલ કરવામાં આવી છે.

જામનગરમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ઘુસ્યા

જામનગરમાં શહેરના ચર્ચ નજીક જળ ભરાવ થઇ ગયો હતો.જામનગરમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. છેલ્લા બે દિવસથી જ આ પરિસ્થિતિ જોવા મળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા હતા.

શહેરમાં વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને જોતા સૈન્યની મદદ પણ લેવામાં આવી છે. ગતરોજ એરફોર્સ બાદ આજે નવી અને આર્મીના જવાનોની એક એક ટીમ શહેરમાં કામે લાગી છે.રંગમતી ડેમ અને રણજીતસાગર ડેમનું પાણી શહેરમાં ઘુસી ગયું હતું.

આ સમાચાર શેર કરો