VIDEO: જામનગરની જી.જી. હોસ્પિટલની લિફ્ટ અચાનક થઈ બંધ, દર્દીઓ ફસાઈ જતા મચ્યો હોબાળો
જામનગરની જી જી હોસ્પિટલમાં દર્દીઓ લિફ્ટમાં ફસાયા હતા. હોસ્પિટલમાં ચાલું લિફ્ટ અધવચ્ચે બંધ થઈ જતા દર્દીઓ અટવાયા
જામનગરની જી જી હોસ્પિટલમાં દર્દીઓ લિફ્ટમાં ફસાયા હતા. હોસ્પિટલમાં ચાલું લિફ્ટ અધવચ્ચે બંધ થઈ જતા દર્દીઓ અટવાયા હતાં.હોસ્પિટલમાં દર્દીઓને સ્ટ્રેચરમાં લઈ જતી વખતે લિફ્ટ બંધ થઈ જતાં લોકો અટવાયા હતાં.દર્દીના સગાએ અન્ય લોકોને મદદ માટે બોલાવ્યા હતા. જોકે આ ઘટના સમયે કોઈ મદદે ન આવતા હોબાળો મચ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.સૌરાષ્ટ્રના પહેલા નંબરની અને ગુજરાતના બીજા નંબરની સરકારી હોસ્પિટલની દયનીય સ્થિતિ છે.




