Video: ભવનાથ મેળાના વાહન પ્રતિબંધિત વિસ્તારમાં જયરાજ આહિર બસ લઈને પહોંચ્યો, કલેકટરના તપાસના આદેશ
જૂનાગઢમાં માયાભાઇ આહિરનો પુત્ર જયરાજ આહિર ભવનાથ મેળામાં વાહનો પ્રતિબંધિત વિસ્તારમાં બસ લ

જૂનાગઢમાં માયાભાઇ આહિરનો પુત્ર જયરાજ આહિર ભવનાથ મેળામાં વાહનો પ્રતિબંધિત વિસ્તારમાં બસ લઈને પહોંચતા વિવાદમાં સપડાયો છે. સમગ્ર ઘટનાને લઈને કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.
કલેક્ટરના તપાસના આદેશ
જૂનાગઢમાં માયાભાઇ આહિરનો પુત્ર જયરાજ આહિર વધુ એક વાર વિવાદમાં સપડાયો છે. ભવનાથ મેળામાં યાત્રાધામ વિકાસ બોર્ડે 40 જેટલી બસો ભાડે રાખવામાં આવી હોવા છતાં, જયરાજ આહીર ખાનગી બસ લઈને મેળા સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. મેળામાં વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને દરેક વ્યક્તિને ચાલીને જ આવવાનું નિયમ છે, ત્યારે જૂના અખાડા સુધી બસ કેવી રીતે પહોંચી તે એક સવાલ છે. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થયો છે. સમગ્ર ઘટનાને લઈને કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે અને વહીવટી તંત્રની નજર વિના બસ કેવી રીતે તળેટી સુધી પહોંચી તે પણ શંકા હેઠળ છે. વિપક્ષે તંત્રને વિઆઈપી કલ્ચર નાબૂદ કરી તાત્કાલિક જવાબદાર સામે પગલાં લેવા માંગ કરી છે.








