Video: રાજકોટમાં નદીકાંઠાના 1300 મિલકતધારકોને તંત્રની નોટિસ, સ્થાનિકોએ કોંગ્રેસ સાથે મળી કર્યો પ્રચંડ વિરોધ
રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તારના નદીકાંઠે ડિમોલેશન મામલે કોંગ્રેસના નેતાઓ સ્થાન

રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તારના નદીકાંઠે ડિમોલેશન મામલે કોંગ્રેસના નેતાઓ સ્થાનિકોના સમર્થનમાં ઉતર્યા છે. કુલ 1297 જેટલા મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી છે, જેના વિરોધમાં કોંગ્રેસે જનસભા યોજી છે. કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, પાલ આંબલિયા સહિતના નેતાઓએ તંત્રની કામગીરીનો વિરોધ કર્યો હતો. આ અંગે વડગામના ધારાસભ્યએ જણાવ્યું હતું કે રાજકોટવાસીઓએ રિવરફ્રન્ટ નથી માંગ્યું, તેઓને પ્રથમ તો આરોગ્ય, શિક્ષણ અને રોજગાર જોઈએ છે. આગામી 10 તારીખે વડાપ્રધાન મોદી રાજકોટ આવવાના છે, ત્યારે સ્થાનિકો તેમને પણ આ પ્રશ્ન પૂછવા જશે.
જાહેરાત







