VIDEO: NEWS AFTERNOON/ ઇરાને અમેરિકન આર્મી બેઝ ઉડાવ્યા, કે. અન્નામલાઈનો નવો રાજકીય રોડમેપ! વેલનાથ આશ્રમના મહંત પર જીવલેણ હુમલો
ઇરાને અમેરિકન આર્મી બેઝ ઉડાવ્યા! "અમેરિકા અ

ઇરાને અમેરિકન આર્મી બેઝ ઉડાવ્યા!
"અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ અત્યંત ભયાનક તબક્કામાં પહોંચ્યું છે. અમેરિકી એર સ્ટ્રાઈકમાં ઈરાનના અનેક ઠેકાણાઓ ધ્વસ્ત થયા છે, જેના વળતા પ્રહારમાં ઈરાને ખાડી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર મિસાઈલ અને ડ્રોનનો વરસાદ કરી તબાહી મચાવી છે."
બેંગકોકના પબમાં ભીષણ આગ!
થાઈલેન્ડના બેંગકોકમાં એક પબમાં શોર્ટ સર્કિટ બાદ બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી છે. આ દર્દનાક દુર્ઘટનામાં ૨૭ લોકોના કરુણ મોત થયા છે અને ૬૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જીવ બચાવવા ટોયલેટમાં છુપાયેલા લોકો પણ કાળનો કોળિયો બન્યા હતા."
કે. અન્નામલાઈનો નવો રાજકીય રોડમેપ!
તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈએ મોટો રાજકીય ધમાકો કર્યો છે. તેમના ફાઉન્ડેશન 'વી ધ લીડર્સ'ના સંમેલનમાં તેમણે જાહેરાત કરી છે કે, વર્ષ 2031માં આ સંગઠન એક સંપૂર્ણ રાજકીય પક્ષ બનશે. આ સાથે જ તેમણે 'ધર્મ ઘર સુધી સીમિત રહેવો જોઈએ' તેવું નિવેદન આપીને સેક્યુલર વલણ અપનાવ્યું છે.
વેલનાથ આશ્રમના મહંત પર જીવલેણ હુમલો
"સુરેન્દ્રનગરના સાયલા પાસે આવેલા પ્રખ્યાત વેલનાથ આશ્રમના મહંત બળદેવ ગીરી પર અજાણ્યા શખ્સે તલવાર વડે જીવલેણ હુમલો કર્યો છે. ગંભીર રીતે ઘાયલ મહંતને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરાયા છે. હુમલાનું કારણ અકબંધ હોવાથી સાયલા પોલીસે તપાસ હાથ ધરી છે."
રાધનપુર છાત્રાલયમાં બાળકો સાથે ભેદભાવ મુદ્દે ઠાકોર સમાજ આકરા પાણીએ!
"પાટણના રાધનપુરની સદારામ છાત્રાલયમાં બાળકો સાથે થતા ભેદભાવ મુદ્દે GSTVના અહેવાલની મોટી અસર થઈ છે. ઠાકોર સમાજના આગેવાનોએ સ્થળની મુલાકાત કરી વહીવટકર્તાઓને અલ્ટીમેટમ આપ્યું છે કે જો 15 દિવસમાં બાળકોને પૂરતી સુવિધા નહીં મળે તો ઉગ્ર આંદોલન થશે."
અમદાવાદમાં મ્યુલ બેંક એકાઉન્ટ નેટવર્કનો પર્દાફાશ!
"અમદાવાદના બાપુનગરમાં સાયબર માફિયાઓને કમિશન પર બેંક ખાતા ભાડે આપતા મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર છે. આ ઠગો ગરીબ લોકોને કમિશનની લાલચ આપી ખાતા ખોલાવી કરોડોનું કૌભાંડ આચરતા હતા."
પોરબંદરના ચર્ચિત હિરલબા કેસમાં ફરિયાદ બાદ તપાસ!
"પોરબંદરના ચર્ચિત હિરલબા કેસમાં કલેક્ટર કચેરીની લેન્ડ ગ્રેબિંગ કમિટીએ મોટો નિર્ણય લીધો છે. કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય ભૂરા મુંજાના સૂરજ પેલેસ બંગલા પર ગેરકાયદેસર કબ્જો જમાવવા બદલ જેલમાં બંધ હિરલબા જાડેજા સામે લેન્ડ ગ્રેબિંગનો નવો ગુનો દાખલ કરવાનો કડક હુકમ કરાયો છે."








