મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નિકોલમાં IPL પર સટ્ટા રેકેટનો પર્દાફાશ, 15 લાખના મુદ્દામાલ સાથે એક પકડાયો

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે ઓનલાઈન IPL ક્રિકેટ સટ્ટા રેકેટનો પર

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે ઓનલાઈન IPL ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. નિકોલના સૃષ્ટી લેવીસ ફ્લેટ ખાતે રેઈડ કરી આરોપી વિજયકુમાર કરડાણીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે મોબાઇલ, ટેબલેટ, ટીવી, બેંક કાર્ડ, ચેકબુક અને કાર સહિત રૂ. 15.73 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપી મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ મેચ પર ઓનલાઈન સટ્ટાબાજી ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. વોટ્સએપ ગ્રુપ, વર્ચ્યુઅલ નંબર અને “મ્યુલ એકાઉન્ટ” મારફતે નાણાં ટ્રાન્સફર થતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે દિલ્હી કનેક્શન સહિત હવાલા એંગલથી તપાસ તેજ કરી છે.

આ સમાચાર શેર કરો