મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભત્રીજા દ્વારા બે કૌટુંબીક કાકાની હત્યા કેસમાં તપાસ તેજ

રાજકોટમાં ભત્રીજા દ્વારા બે કૌટુંબીક કાકાની હત્યાના કેસમાં હવે સોશિયલ મીડિયામ

તસવીર: gstv

રાજકોટમાં ભત્રીજા દ્વારા બે કૌટુંબીક કાકાની હત્યાના કેસમાં હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જીવલેણ હુમલા બાદના આ વીડિયો સામે આવતા યુનિવર્સિટી પોલીસે તેની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. વાયરલ વીડિયોમાં એક યુવાનના હાથમાં કથિત હથિયાર જેવું કંઈક જોવા મળતું હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં દેખાતો યુવાન કોણ છે અને તેના હાથમાં ખરેખર હથિયાર હતું કે અન્ય કોઈ વસ્તુ, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જો તપાસમાં હથિયાર હોવાનું સાબિત થશે તો સંબંધિત વ્યક્તિ સામે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.  

આ સમાચાર શેર કરો