મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગર ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ, હકાલપટ્ટી કરાતાં પૂર્વ મેયરે કહ્યું- 'પાર્ટી કોઈના બાપ...'

ભાવનગર શહેર ભાજપ સંગઠનમાં આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. જેમાં

ભાવનગર શહેર ભાજપ સંગઠનમાં આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. જેમાં પૂર્વ મેયર ભરત બારડની નારાજગી ખુલીને સામે આવી છે. શહેર ભાજપ કાર્યાલય ખાતેથી ભરત બારડની હકાલપટ્ટી કરવામાં આવતા તેઓ ભારે રોષે ભરાયા હતા અને જ્યારે તેઓ આ મામલે પ્રમુખને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે મહામંત્રી મુકેશ ડાભી સાથે તેમની ઉગ્ર બોલાચાલી અને ચકમક થઈ હતી.

ગુસ્સામાં લાલચોળ થયેલા પૂર્વ મેયરે ત્યાં સુધી કહી દીધું કે પાર્ટી કોઈના બાપની નથી, અમે આ પાર્ટી ઉભી કરેલી છે.  છેલ્લા ચાર-પાંચ દિવસથી સંગઠન સામે ચાલી રહેલી આ ખેંચતાણ હવે જાહેરમાં આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે અને શિસ્તબદ્ધ ગણાતા પક્ષમાં આ કકળાટ ચર્ચાનો વિષય બન્યો છે.

આ સમાચાર શેર કરો