VIDEO: મંત્રી કુંવરજી બાવળીયાની ટકોર પાછળ આંતરિક વિખવાદ? જાણો શું છે સમગ્ર મામલો
બોટાદના ગઢડામાં કિસાન સિંચાઈ સંઘ દ્વારા યોજાયેલા સન્માન સમારંભમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીય
બોટાદના ગઢડામાં કિસાન સિંચાઈ સંઘ દ્વારા યોજાયેલા સન્માન સમારંભમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ટકોર કરી હતી.જેમાં કુંવરજી બાવળીયાએ ટકોર કરતા કહ્યુ કે ગઢડાના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય કાર્યક્રમ માટે એકબીજાને આનાકાની કરતા હતા પરંતુ હવે આવું ચાલશે નહીં.
પડોશીનો નાતો રાખવો હોય તો ઍક આવે તો બીજાએ નહિ આવે તેવુ નહીં ચાલે
કુવંરજી બાવળિયાએ ટીખળ કરતા કહ્યું હતું કે આવો પડોશીનો નાતો રાખવો હોય તો એક આવે તો બીજાએ નહિ આવે તેવું નહી ચાલે, કેબિનેટ મંત્રીએ ટીખળ સાથે ટકોર કરતા ઉપસ્થિત મહેમાનો અને ખેડુતો ખડખડાટ હસી પડ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ: ચાંદખેડામાં કોમ્બિંગ નાઈટ દરમ્યાન કાર ચાલક નબીરાએ બે પોલીસકર્મીઓને ઢસડ્યા
ત્યારે આ ટકોર કરવા પાછળ આંતરિક વિખવાદ તો ક્યાંક એકબીજાની હાજરીથી અણગમો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.






