મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Pahalgam હુમલામાં પિતાને ગુમાવનાર માસૂમની આપવીતી- ધર્મ વિષે પૂછીને કર્યો ગોળીબાર

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 27 લોકોનાં મોત થયા હત

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 27 લોકોનાં મોત થયા હતાં. જેમાં સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાનું પણ મોત થયું હતું. દીકરીની ઈચ્છા પૂર્ણ કરવા માટે કશ્મીર ફરવા માટે લઈ ગયા હતા ને કરુણ ઘટના ઘટી હતી. ત્યારે આજે મૃતક શૈલેષભાઈની અંતિમયાત્રા નીકળી હતી. તે વખતે મૃતકના માસૂમ સંતાન નક્ષત્રએ સમગ્ર ઘટના કેવી રીતે સર્જાઈ હતી. તેની આપવીતી કહેતા કહ્યું કે, અમે જેવા ત્યાં પહોંચ્યા કે એ લોકો આવી ગયા હતાં.

કેમેરો પણ હતો

નક્ષત્રએ સમગ્ર ઘટનાનો ચિતાર આપતા કહ્યું કે, રસ્તો ખૂબ ખરાબ હતો. અમે ત્યાં માંડ પહોંચ્યા હતાં. ત્યાં અમને ભુખ લાગી ગઈ હતી. જમવા રોકાયા હતાં. અચાનક એ લોકો આવી ગયા હતાં. તેમને લાંબી દાઢી હતી. માથે ટોપી પહેરી હતી. કેમેરો પણ હતો. બાદમાં હિન્દુ અને મુસ્લમાનોને અલગ અલગ કર્યા હતાં. જેમાં એ લોકોએ બાદમાં ગોળીબાર કર્યો હતો. પછી અચાનક નાસી ગયા હતાં. અમે ત્યાંથી ભાગીને નીચે આવી ગયા હતા.

આ સમાચાર શેર કરો