VIDEO: દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી, મુસાફરોમાં ગભરાટ
દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો છે. વિમાનને ત

દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો છે. વિમાનને તપાસ માટે આઈસોલેશન વેમાં લઈ જવામાં આવ્યું છે. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉડ્ડયન સુરક્ષા અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ હાલમાં ઘટના સ્થળે છે.
શું છે સમગ્ર મામલો?
પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટને રનવે પર જ રોકી દેવામાં આવી હતી અને ફ્લાઈટમાં સવાર લોકોને ઈમરજન્સી એક્ઝિટ આપવામાં આવી હતી. સુરક્ષાકર્મીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ ચાલી રહી છે. બોમ્બના સમાચાર મળતાં જ વિમાનને ખાલી કરાવવામાં આવ્યું હતું.
આજે સવારે 5.35 વાગ્યે દિલ્હીથી વારાણસી જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળતા જ ખળભળાટ મચી ગયો હતો અને એરપોર્ટ પ્રશાસન સહિત સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. મુસાફરોને ઉતાવળમાં ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને તપાસ શરૂ કરવામાં આવી હતી.






