દુશ્મનને ઓળખીને ગોળી મારશે ભારતીય સેનાની AI મશીન ગન, જુઓ VIDEO

ભારતે એક મોટુ પગલુ ભર્યુ છે. દહેરાદૂનની BSS મટેરિયલ કંપનીએ પોતાની નવી AI આધારિત ઓટોનોમસ લીથલ વે

ભારતે એક મોટુ પગલુ ભર્યુ છે. દહેરાદૂનની BSS મટેરિયલ કંપનીએ પોતાની નવી AI આધારિત ઓટોનોમસ લીથલ વેપન સિસ્ટમ, નેગેવ LMGનું 1400 ફૂટની ઉંચાઇ પર સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ ભારતીય સેના સાથે મળીને કરવામાં આવ્યું છે.

આ ટેકનિક ભવિષ્યમાં યુદ્ધમાં ખાસ કરીને સરહદી વિસ્તારમાં મહત્ત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. જ્યાં માનવ સૈનિકોને તૈનાત કરવા જોખમ ભરેલા હોય છે, ત્યા આ હથિયાર કામ આવી શકે છે. આ રીતના પરીક્ષણ 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' પહેલને મજબૂત કરવા માટે કરવામાં આવી રહ્યાં છે. AI-ઇનેબલ્ડ હથિયારોથી આપણી સેનાને વધારે મજબૂતી મળશે. સરહદ પર સુરક્ષા વધશે.

જાહેરાત

IMI નેગેવ એનજીની 5 ખાસિયત

વિશ્વની ખતરનાક મશીન ગનમાંથી એક, તેનું વજન 7.65 KG છે જેમાં 5.56x45mm નાટો મેગેઝિન લાગે છે. આ ગેસ ઓપરેટેડ રોટેટિંગ બોલ્ટ ટેકનિક પર કામ કરે છે. આ એક વખતમાં 850થી 1050 રાઉન્ડ પ્રતિ મિનિટના દરથી ફાયર કરે છે. ગોળીઓ 915 મીટર પ્રતિ સેકન્ડની ગતિથી દુશ્મનના ધજાગરા ઉડાવી શકે છે. આ મશીન ગનની ફાયરિંગ રેન્જ 300થી 1000 મીટરની હોય છે. વધુમાં તે 1200 મીટર સુધી ફાયર કરી શકે છે જેમાં 150થી 200 રાઉન્ડની બેલ્ટ અથવા 35 રાઉન્ડની મેગેઝિન લગાવી શકાય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત