VIDEO : સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો, 90 ટકા ભરાયો ડેમ
મધ્ય પ્રદેશના જળાશયોમાંથી પાણીની ધરખમ આવક થતા સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને ચોમાસાની સિઝનમાં પહેલીવા

મધ્ય પ્રદેશના જળાશયોમાંથી પાણીની ધરખમ આવક થતા સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને ચોમાસાની સિઝનમાં પહેલીવાર 135 પોઈન્ટ 26 મીટરે પહોંચી છે. ઉપરવાસથી 3,09,769 ક્યુસેક પાણીની આવક થતા સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો છે. રાજ્યના કુલ 207 પૈકી 49 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. સૌરાષ્ટ્રના 35, તો કચ્છના છ જળાશયો છલોછલ ભરાયા થયા છે. દક્ષિણ ગુજરાતના સાત અને અને મધ્ય ગુજરાતનો એક ડેમ હાઉસફુલ છે. ઉપરવાસથી પાણીની આવક થતા રાજ્યના 89 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 62 જળાશયોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે.




