Video: વડોદરામાં રૂ. 2 હજાર આવતું વીજ બિલ 78 હજાર આવતા ગ્રાહક કચેરીએ દોડ્યો, અધિકારીએ આપ્યો આ જવાબ
વડોદરામાં એક દુકાનદારને ત્યાં નવું મીટર નખાવ્યા બાદ 78 હજાર રૂપિયાનું બિલ મળતાં વીજ

વડોદરામાં એક દુકાનદારને ત્યાં નવું મીટર નખાવ્યા બાદ 78 હજાર રૂપિયાનું બિલ મળતાં વીજ ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. ગ્રાહકે આ અંગેની ફરિયાદ વીજ કચેરીને કરતાં ત્યાંથી જાણવા મળ્યું કે રીડિંગ લખવા આવતા કર્મચારીની ભૂલને કારણે આ બિલ જનરેટ થઈ ગયું છે.
શહેરના સુભાનપુરા વિસ્તારમાં એક દુકાનદારને વીજ બિલનો મોટો ઝટકો લાગ્યો છે. સામાન્ય રીતે દુકાનદાર અજય વાળાને દર મહિને આશરે બે હજાર રૂપિયાનું બિલ આવતું હતું, પરંતુ અચાનક તેમને લગભગ 78 હજાર રૂપિયાનું બિલ મળતાં વીજ ગ્રાહક અજય ચોંકી ઉઠ્યો હતો. નવું મીટર લગાવ્યા બાદ અચાનક આટલું વધુ વીજ બિલ આવતા દુકાનદાર ચિંતામા મુકાયા છે.








