મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video- આ કારણે ખરા તડકામાં અધિકારીઓએ રસ્તા પર ઉતરીને માઈકમાં કર્યું એનાઉન્સમેન્ટ

મોટાભાગે અધિકારીઓ માટે કહેવાતું હોય છે કે, તેઓ એસી ચેમ્બરમાં બેસી રહે છે. જો કે, આજે સુરતના રસ્તા પર અધિકારી

મોટાભાગે અધિકારીઓ માટે કહેવાતું હોય છે કે, તેઓ એસી ચેમ્બરમાં બેસી રહે છે. જો કે, આજે સુરતના રસ્તા પર અધિકારીઓ એનાઉન્સમેન્ટ કરતાં જોવા મળ્યા હતાં. ટ્રાફિક નિયમોનું લોકો પાલન કરે તેવા અભિગમ સાથે અધિકારીઓ રસ્તા પર ઉતર્યા હતાં. અગાઉ રસ્તા પર ન દેખાતા અધિકારીઓ ટ્રાફિક પોઇન્ટ પોઇન્ટ પર નિયમો અંગે જાણકારીનું એનાઉન્સમેન્ટ કરી સમજ આપતા જોવા મળ્યાં હતાં. પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા માઇકમાં એનાઉન્સમેન્ટ કરીને લોકોને ટ્રાફિકના નિયમો સમજાવવામાં આવ્યા હતાં. આ એનાઉન્સમેન્ટથી ટ્રાફિકમાં ઘણો સુધારો આવશે તેમ વાહનચાલકોનું માનવું છે.

આ સમાચાર શેર કરો