VIDEO: વરસાદી માહોલમાં વઘઈનો ભીગુ ધોધ કુદરતપ્રેમીઓનું આકર્ષણ બન્યો
ચોમાસાની જમાવટ વચ્ચે ડાંગ જિલ્લો હરિયાળીની ચાદર ઓઢીને કુદરતનું જીવંત

ચોમાસાની જમાવટ વચ્ચે ડાંગ જિલ્લો હરિયાળીની ચાદર ઓઢીને કુદરતનું જીવંત સ્વર્ગ બની ગયો છે. વઘઈ તાલુકાના કોષમાળ ગામ નજીક આવેલો ભીગુ ધોધ સતત વરસાદના કારણે તેના રૌદ્ર અને મનમોહક સ્વરૂપમાં વહેતો જોવા મળી રહ્યો છે. ડુંગરોની વચ્ચેથી ગર્જતા જળપ્રવાહ, ચારે તરફ લીલાછમ જંગલો અને ધુમ્મસથી છવાયેલું વાતાવરણ પ્રવાસીઓ માટે અવિસ્મરણીય અનુભવ સર્જી રહ્યું છે. ધોધમાંથી ધસમસતું પાણી અને પથ્થરો સાથે અથડાતી જળધારા કુદરતપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટા અને વીડિયોના કારણે રાજ્યભરમાંથી પ્રવાસીઓ, ફોટોગ્રાફરો અને કુદરતના ચાહકો મોટી સંખ્યામાં ભીગુ ધોધની મુલાકાતે પહોંચી રહ્યા છે.




