મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાંતલપુરના ચોરાડ પંથકમાં વરસાદી મહેર બની આફત, લોદરા ગામ ચારેબાજુ પાણીમાં ગરકાવ!

પાટણના સાંતલપુર તાલુકાના ચોરાડ પંથકમાં વરસાદી મહેર સાથે ભ

તસવીર: gstv

પાટણના સાંતલપુર તાલુકાના ચોરાડ પંથકમાં વરસાદી મહેર સાથે ભારે આફત જોવા મળી રહી છે. સુઈગામ રોડ પર આવેલું લોદરા ગામ ચારેબાજુ પાણીથી ઘેરાઈ જતાં સ્થાનિક ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. લોદરા નજીક આવેલા વોંકળામાં પાણીનો પ્રવાહ એકાએક વધતાં સુઈગામ માર્ગ પરનો વાહનવ્યવહાર ખોરવાયો છે. વહેણના તીવ્ર પ્રવાહમાં એક ટ્રક તણાઈને પલટી મારી ગઈ હતી, જોકે સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થતાં મોટી જાનહાનિ ટળી છે. સતત વધતા પાણીના કારણે ચોરાડ પંથકના માર્ગો પર વાહનોની અવરજવર ઠપ થઈ ગઈ છે અને ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

આ સમાચાર શેર કરો