VIDEO: સાવલી પાલિકામાં હોદ્દેદારોની વરણી, ભાજપે ફરી એકવાર નવા ચહેરાઓ પર મૂક્યો વિશ્વાસ
વડોદરાની સાવલી નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા પ્રાંત અધિકારીની હાજરીમાં શ
વડોદરાની સાવલી નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા પ્રાંત અધિકારીની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. 24માંથી 21 બેઠકો જીતીને પ્રચંડ બહુમત સાથે સત્તા જાળવી રાખનાર ભાજપે ફરી એકવાર નવા ચહેરાઓ પર વિશ્વાસ મૂક્યો છે, જેમાં પ્રમુખ પદે મોનાલી શાહ અને ઉપપ્રમુખ પદે ગીતાબેન સિસોદિયાની સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી છે.
આ જાહેરાત બાદ પાલિકા કચેરી ખાતે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સાવલીની રાજનીતિમાં નવા સમીકરણો વચ્ચે હવે શહેરના વિકાસ અને જનસુવિધાઓના પ્રશ્નો ઉકેલવા એ નવી ટીમ સામે મુખ્ય પડકાર રહેશે.



