VIDEO: સમી પંથકમાં વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી મળી રાહત
સમી પંથકમાં લાંબા વિરામ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવવાથી ધોધમાર વરસાદ વરસ્યો છ

સમી પંથકમાં લાંબા વિરામ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવવાથી ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે લોકોને ભારે ઉકળાટ અને ગરમીથી મોટી રાહત મળી છે. સમી તાલુકાના કઠિવાડા, સોનાર અને નાયકા જેવા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે અને ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. એકાએક બદલાયેલા આ આહ્લાદક વાતાવરણ અને વરસાદી માહોલને કારણે ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. વરસાદના આગમનથી ધરતીપુત્રોના ચહેરા પર રોનક આવી ગઈ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.




