VIDEO: સાબરકાંઠાના શેરપુર ગામમાં નવરાત્રીમાં મહિલાઓ ચાચર ચોકમાં માથે ગરબા લઈ રમે છે ગરબી
સાબરકાંઠામાં અનોખી નવરાત્રી મનાવવામાં આવે છે, જેમાં 9 દિવસ આસો નવર
સાબરકાંઠામાં અનોખી નવરાત્રી મનાવવામાં આવે છે, જેમાં 9 દિવસ આસો નવરાત્રીના પાવન ભક્તિ ઉત્સવમાં ઇડર તાલુકાના શેરપૂર ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દસ દિવસ સુધી માથે ગરબા લઈ મહિલાઓ ચાચર ચોકમાં ગરબા રમતી હોય છે. આ ગામમાં ચાંદીના, તાંબાના, માટીના રંગબેરંગી ગરબા સાથે મહિલાઓમાં ગુજરાતી સાડીના પહેરવેશ પ્રમાણે ગુજરાતી સંસ્કૃતિના દર્શન જોવા મળે છે. આટલુ જ નહી અહીંની પરંપરા મુજબ ગરબીના ચાચર ચોકમાં ગરબા રમતા થાક લાગે તો પણ ગરબા જમીન પર નથી મૂકાતા.
ગામના વડિલો આ ગરબાની કરે છે શરુઆત
શેરપુર ગામમાં થતી આ અનેખી ગરબીની શરુઆત ચાચર ચોકમાં સૌપ્રથમ ગામના વૃદ્ધ વડીલો કરે છે. તેની સાથે ગામની મહિલાઓ કે જે માથે શણગારેલા અલગ અલગ પ્રકારના ગરબા લઈ જગદંબાની આરાધનામાં ગરબે ઘૂમતી હોય છે. ચાચર ચોકમાં મહિલાઓ વડીલો પુરુષો, નાના બાળકો પણ આ ગરબાની લાઈનમાં જોડાતા હોય છે ત્યારે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ રાત્રિના સમયે 9 વાગ્યા પછી આરતી કરવામાં નથી આવતી જોકે સૌપ્રથમ ગરબાની રમઝટ જામતી હોય છે બાદમાં 11 થી 11:30 વાગ્યાની વચ્ચે માતાજીની આરતીનો ચડાવો બોલવામાં આવતો હોય છે બાદમાં સૌ લોકો સાથે મળી મા જગદંબાની આરાધનાની આરતીમાં જોડાતા હોય છે અને સમગ્ર ગામ ભક્તિમય માહોલમાં જોવા મળતું હોય છે. મહિલાઓ નવ દિવસ સુધી અલગ શણગાર દ્વારા મઢાયેલા માથે ગરબા લઈ ગામની શેરીના ચાચર ચોકમાં ગાયકોના સુરીલા કંઠે ગરબે ઘૂમતી હોય છે.




