VIDEO: પાંડેસરામાં તેજ પ્રવાહમાં દિવાલ ધરાશાયી, વીજ પોલ નમી ગયો
સુરતના પાંડેસરા વિસ્તારમાં ભારે વરસાદ બાદ જમીનનું ધોવાણ થતાં વીજ પોલ, ટ્રાન્સફોર્મરનું માળખુ

સુરતના પાંડેસરા વિસ્તારમાં ભારે વરસાદ બાદ જમીનનું ધોવાણ થતાં વીજ પોલ, ટ્રાન્સફોર્મરનું માળખું અને બાજુની દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સતત વહેતા પાણીના તેજ પ્રવાહને કારણે કિનારાની જમીન ધસી પડતાં હાઈ-વોલ્ટેજ વીજ માળખું જોખમી રીતે નમી ગયું છે. ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તાર નજીક બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે પાણી ભરાવા અને ખુલ્લા વીજ વાયરોને કારણે કરંટ લાગવાની દુર્ઘટનાની આશંકા ઊભી થઈ છે. સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી લોકોને નમેલા પોલ અને ધોવાણવાળા વિસ્તારથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.




