VIDEO: ઓઢવમાં મહિલાના નામે ફેક આઈડી બનાવી ફરિયાદી સાથે આચરી લાખોની ઠગાઈ, ત્રણ શખ્સોની ધરપકડ
અમદાવાદના ઓઢવમાં હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ છે. ફેસબુક પર મહિલાના નામે ખોટું આઈડી બનાવી એક પ

અમદાવાદના ઓઢવમાં હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ છે. ફેસબુક પર મહિલાના નામે ખોટું આઈડી બનાવી એક પુરુષ સાથે 15 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આ કેસમાં ઓઢવ પોલીસે સરબજીતસિંગ ભારતી, રણવીરસિંગ ભારતી અને સુનિલ પાન્ડે નામના ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે.
આરોપીઓએ નિરજુ નાકરાણી નામનું નકલી ફેસબુક આઈડી બનાવી ફરિયાદીને પ્રેમજાળમાં ફસાવ્યો. આરોપી પોતે મોડેલ હોવાનું કહી ફરિયાદીને લગ્નની લાલચ આપી વિશ્વાસ કેળવ્યો હતો. ફલાઇટની ટિકિટ અને અન્ય બહાના હેઠળ ફરિયાદી પાસેથી અંદાજે 13.50 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. પોલીસે પાંચ લાખ રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
જાહેરાત







