મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીમાં પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવતા ત્રીસ ટકાથી વધુ વિસ્તાર પાણીમાં ગરકાવ

નવસારી જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કા

તસવીર: gstv

નવસારી જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. નવસારી શહેરમાં પૂર્ણા નદીની સપાટી 29 ફૂટ સુધી પહોંચતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે. શહેરનો 30 ટકાથી વધુ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે, જેમાં શાંતાદેવી રોડ, ગધેવન અને કાશીવાડી જેવા વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. એક અઠવાડિયામાં બીજી વખત પૂરનું પાણી આવતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લામાં એક લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે નવસારી શહેરમાંથી 10 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો