VIDEO: ધનસુરામાં દારુડિયાએ યુુવક પર ચડાવી દીધી કાર, હચમચાવી નાખે એવા CCTV વાયરલ
અરવલ્લી જિલ્લાના ધનસુરાના રમાણામાં દારૂ પીધેલા નબીરાનો આતંક જોવા મળ્યો છે. દારૂ પીધેલી હાલતમાં ફોર્ચ
અરવલ્લી જિલ્લાના ધનસુરાના રમાણામાં દારૂ પીધેલા નબીરાનો આતંક જોવા મળ્યો છે. દારૂ પીધેલી હાલતમાં ફોર્ચ્યુનર કારચાલકે સ્થાનિક લોકો પર કાર ચડાવી દીધી હતી. સમી સાંજે બનેલી આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. કારચાલકે પુરઝડપે કાર હંકારી અનેક બાઇકોને અડફેટમાં લીધી.
આ પણ વાંચોઃ VIDEO: માઉન્ટ આબુ ઠંડીમાં ઠુઠવાયું, વહેલી સવારે બરફ જામી જતાં ધરતી સફેદ ચાદરથી છવાઈ
કારની અડફેટમાં એક વ્યક્તિ ઘાયલ થયો. દારૂ પીધેલા ઇસમે ગામમાં ફરીને પહેલા ધમકી આપી હતી. અને પછી અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં ધનસુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.




