મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, પોલીસની ઓળખ આપી પરિવાર પર જીવલેણ હુમલો

અમદાવાદમાં સિવિલ કેન્સર હોસ્પિટલ ગેટ નંબર 7 ઉપર આવેલ આશાપુરા પાર્લરમાં કામ કર

અમદાવાદમાં સિવિલ કેન્સર હોસ્પિટલ ગેટ નંબર 7 ઉપર આવેલ આશાપુરા પાર્લરમાં કામ કરતાં વેપારી અને તેમના પરિવાર પર પોલીસ હોવાની ઓળખ આપી પાંચ થી છ જેટલા શખ્સોએ લાકડી, ડંડા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. આ શખ્સો દ્વારા વૃદ્ધ અને મહિલાઓ પર પણ જીવલેણ હુમલો કરાયો હતો. જ્યારે આ સમગ્ર ઘટના CCTV કેદ થઈ હતી.

આ ઘટનાની જાણ પોલીસને કરાતા શાહીબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચા પીવા જેવી સામાન્ય બાબતમાં આ માથાકૂટ થઈ હતી. CCTVમાં કેદ થયેલ ફૂટેજને આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો